NotesWhat is notes.io?

Notes brand slogan

Notes - notes.io

માનવી માત્રનો શ્વાસ થંભાવી દેતો વાલમનો હાથિયા-ઠાઠુ મહોત્સવ



ચૈત્ર મહિનાનો પ્રારંભ થતાં જ ઉત્તર ગુજરાતમાં આવેલા વાલમ ગામમાં એક અનેરો ઉત્સાહભર્યો થનગનાટ ગામની એકેએક વ્યકિતમાં વ્યાપી જાય છે. દર વર્ષે ચૈત્ર વદ પાંચમથી દશમ સુધી વાલમ ખાતે ભરાતો શુકનના મેળાનો તેમજ 'હાથિયા ઠાઠુ'નો લોકોત્સવ જોવા માટે ગુજરાતના ખૂણેખૂણેથી તેમજ પરપ્રાંતમાંથી લોકો ઉમટી પડે છે. ચૈત્ર-વૈશાખ મહિનો એ ઉત્તર ગુજરાતમાં આખા વર્ષનો વર્તારો કાઢવાના મહિનાઓ તરીકે ગણાય છે. આ બે મહિના દરમ્યાન ગામે ગામ અનેક પ્રકારના શુકનો જોવાય છે. અને જગતનો તાત ખેડૂત તેના પરથી આખું વર્ષ ખેતીના સંદર્ભમાં કેટલું સફળ થશે તેની રૂખ કાઢે છે. વાલમ ગામે સુલેશ્વરી માતાના સાનિધ્યમાં યોજાતો આ લોકોત્સવ પણ આ પૈકીનો એક છે.

ઉંઝા-વિસનગર રોડ પર આવેલા વાલમ ગામ ખાતે હાથિયા ઠાઠુના આ મહોત્સવમાં ગાડાની અનોખી હરિફાઇ યોજાય છે. આ લોકોત્સવમાં વર્ણ ને જ્ઞાતિ ભેદ ભૂલીને સમસ્ત ગામ આ ઉજવણીમાં એકાકાર બની જાય છે. આ ઉત્સવ માટે માતાજીનો રથ તૈયાર કરાય છે. જેના માટે ગામના હરિજન બંધુઓ લાકડું કાપીને લાવે છે. ગામના સુથાર તેને ઘડીને રથ તૈયાર કરે છે. ગામના નાયક સ્ત્રીવેશે શણગાર સજીને આ રથમાં ઉભા રહે છે. તો ગામની ઘાંચી કોમ ગાડાને લગાડવા માટે તેલ આપે છે. જયસ્વાલ અને ગૌસ્વામી જ્ઞાતિના લોકો આ રથ માટે ઢોલ નગારૂ વગેરે આપે છે. જ્યારે ગામના કુંભાર ભાઇઓ તેના પર પાણી રેડવાનું કામ કરે છે.

જ્યારે ગામના પટેલ જ્ઞાતિના લોકો આ રથના લૂત્રધાર બની ગાડાને જોડવા માટે સારા તંદુરસ્ત બાળકો આપે છે. આમ તમામના સહયોગથી સજાવાતો આ રથ પણ જોવા જેવો હોય છે.

ચૈત્ર વદ પાંચમથી આ મેળો શરૂ થાય છે. પાંચમના દિવસે અહીં પલ્લી ભરાય છે. છઠ્ઠના દિવસે ગામી પટેલના ત્યાં રંધાયેલા ખીચડાને માટલામાં ભરી માટલું લૂંડલામાં મૂકી ગામના વાઘરી ભાઓ માતાનો જયજયકાર કરતાં ગામ વચ્ચેથી નીકળે છે ત્યારે ગામ લોકો તેના પર પાણી રેડે છે. આ ખીચડો માતાજીના મંદિરે પહોંચે છે. જ્યાં યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરીને સુંડલા સહિત તેને યજ્ઞકુંડમાં પધરાવાય છે. આ દરમિયાન જો માટલાનું કાંઠલું ભાગ્યું ના હોય તો આખું વર્ષ સારૂં જશે એવી ગ્રામજનોની દ્રઢ માન્યતા છે.

સાતમના દિવસે ગામના માળીભાઇઓ સમગ્ર ગામમાં ફુલોના ગુચ્છ વહેંચીને ગામ આખાને મઘમઘતું બનાવે છે. લોકો આ પુષ્પ ગુચ્છ સાચવી રાખીને સાંજે સુલેશ્વરી માતાના ચરણે ધરે છે. આઠમના દિવસે આ આખોયે લોકોત્સવ ધમધમતો બની જાય છે. આ દિવસે ગામના નાયકો ગામના ખૂણે ખૂણે ને જાહેર બજારમાં વાલમ ગામનો ભૂતકાળ ખોલે છે અને ગામમાં થઇ ગયેલા સતિયા-શૂરાના ભરપેટ વખાણ કરે છે તેમજ માત્ર વાલમ ખાતે આ હાથિયા ઠાઠુ કેમ યોજાય છે તેનું પણ વર્ણન કરે છે. ચૈત્ર વદ નોમની રાત અને દશમના પરોઢિયે આ લોકોત્સવ તેની ચરમસીમાએ પહોંચે છે. આ રાત્રી દરમ્યાન હાથિયા અને ઠાઠુ (ગાડા હરિફાઇ) નીકળે છે. હાથિયા ઠાઠુમાં બે ગાડાઓને વિશિષ્ટ રીતે ગૂંથવામાં અને શણગારવામાં આવે છે એમાં એક ગાડાના ઘૂંસરા આગળ હાથીના મોંઢા અને લૂંઢ જેવો આકાર બનાવાય છે જે હાથિયા તરીકે અને બીજું ગાડુ સાદુ હોય છે જે 'ઠાઠુ' તરીકે ઓળખાય છે.

વાલમ ગામમાં વસતા પટેલોમાંજે જ્ઞાતિઓ છે તેમાં એક વઢવાણ ગામી અને બીજા ચંદાન (મૂળ અડાલજ)ના પટેલો તરીકે ઓળખાય છે. તેમાં વઢવાણ ગામી પટેલો હાથિયો અને ચંદાત પટેલો ઠાઠુ તૈયાર કરે છે. આગળ કરાયેલા ઉલ્લેક મુજબ ગામની દરેક જ્ઞાતિ તેમાં પોતાનો સહયોગ આપે છે.

આ ઉત્સવનો આરંભ કેવી રીતે થયો તેની દંતકથા મુજબ વાલમ ગામ વરસોડા દરબારના તાબામાં હતું. તે પોતાની કુળદેવી વાલમમાં આવેલ પલ્લાઇ માતાની સેવા પૂજા કરવા હાથી પર બેસીને આવતા હતા. અહીંના નાગર બ્રાહ્મણો તેમની નાગરીય ઢબે આગતા સ્વાગતા કરતા હતા. આ કાર્યક્રમ વર્ષો સુધી ચાલ્યો. સમય જતાં વરસોડા દરબારનો આ વૈભવી રસાલો વાલમ સેવા પૂજા માટે ન આવી શકવાથી આ કામ તેમણે વાલમના નાગર બ્રાહ્મણોને સોંપ્યું. ખર્ચાળ પ્રાણી કયાંથી હોય એટલે તે વખતે ખેતી કરતા નાગરોએ પોતાના વ્યવસાયમાં કામ આવતા બળદગાડાને શણગારી હાથી જેવી લૂંઢ બનાવી રથના સ્વરૂપે પલ્લાઇ માતાની સેવાપૂજાનું કામ શરૂ કર્યું અને સમગ્ર વાલમની કુળદેવી સુલેશ્વરી માતાના દર્શન સાથે આ રથયાત્રા શરૂ કરી. જે પાછળથી હાથિયા સ્વરૂપે પરિવર્તન પામી. ગામના બીજા જે લોકો સાદા ગાડામાં બેસીને આ રથયાત્રા જોવા આવતા તે પાછળથી ઠાઠુ સ્વરૂપે પરિવર્તન પામી હકિકતમાં શૌર્ય અને શ્રધ્ધાના પ્રતિકરૂપે આ હાથિયા ઠાઠુની રથ હરિફાઇ શરૂ થઇ જે આજદિન સુધી ચાલુ છે. આના ફળસ્વરૂપે આજે નાગર પરિવારો પોતાના પુત્રોના લગ્નપ્રસંગે અને પ્રથમ પુત્ર પ્રાપ્તિ પ્રસંગે અવશ્ય આ તહેવારે વાલમમાં પધારે છે. આવા આખરી ઓપ અપાયેલા રથમાં નાયક-નાયકાણી ઉભા રહે છે અને શૌર્યગીત ને ભૂંગળ વગાડે છે. દરજી ભાઇઓ ઉપવાસ કરીને આ રથમાં બિરાજે છે જ્યારે પટેલ અને ક્ષત્રિય (ઠાકોર) ભાઇ રથના ઘૂંસરે બેસીને તેનું સંચાલન કરે છે.

આખાયે ગામમાંથી ચુનંદા અને તંદુરસ્ત બળદોને પસંદ કરી રથને જોતરાય છે. આ હાથિયો વાલમના ચોપડીયામાં તૈયાર કરાય છે. જ્યારે ઠાઠુ થડા વિસ્તારમાં તૈયાર કરાય છે. નાઇ લોકો આ પ્રસંગે મશાલ પ્રગટાવે છે. ગામના જુવાનિયાઓ હાથમાં લાકડીઓ લઇને આ રથની સાથે સાથે દોડે છે. આ દોડતાં જુવાનિયાઓ શૂર ચઢાવવા માટે કિકિયારીઓ અને ચિચિયારીઓ પાડે છે અને ચારે તરફ સુલેશ્વરી માતાની જય જય પોકારતા લોકો પણ હાથિયા-ઠાઠુમાં જોડાયેલા બળદોને શૂર ચઢાવતા હોય છે.

હાથિયા-ઠાઠુની આ દોડ શરૂ થાય છે ત્યારે અહીં ઉપસ્થિત સૌ કોઇના શ્વાસ થંભી જાય છે. વાલમ ગામની સાંકડીને વાંકીચૂકી ગલીઓમાં કે જ્યાં સાયકલ પણ સાચવીને વાળવી પડે તેવા વળાંકોમાં આ હાથિયા ઠાઠુને જોડેલા આઠ આઠ બળદો સાથેનો કાફલો તીવ્ર ગતિએ દોડતો હોય છે. ભયંકર ગતિથી દોડતા આ બળદો પર કાબૂ મેળવીને તેને યોગ્ય સમયે વાળવા એ પણ કુનેહ ને સાહસિકતાનું કામ છે. આ હાથિયા ઠાઠુને જોવા માટે લોકો ભારે પડાપડી કરે છે.

આ હરિફાઇમાં જે બળદો સારૂં દોડે છે તેમની કિંમત પણ મોં માંગી બોલાય છે. આમ ચૈત્ર વદ નોમની રાત અને દશમની પરોઢ સુદી આ હાથિયા ઠાઠુની હરિફાઇનો લોકોત્સવ નિહાળવો એ પણ એક લ્હાવો ગણાય છે. આ અંગે એક કિવંદતી પણ પ્રવર્તે છે. 'લઇ વાવટો સુલેહનો, ને દોડતો જાય હાથિયો તેથી જ અહીં નાચી રહ્યા આનંદમાં સૌ સાથીઓ..'
     
 
what is notes.io
 

Notes.io is a web-based application for taking notes. You can take your notes and share with others people. If you like taking long notes, notes.io is designed for you. To date, over 8,000,000,000 notes created and continuing...

With notes.io;

  • * You can take a note from anywhere and any device with internet connection.
  • * You can share the notes in social platforms (YouTube, Facebook, Twitter, instagram etc.).
  • * You can quickly share your contents without website, blog and e-mail.
  • * You don't need to create any Account to share a note. As you wish you can use quick, easy and best shortened notes with sms, websites, e-mail, or messaging services (WhatsApp, iMessage, Telegram, Signal).
  • * Notes.io has fabulous infrastructure design for a short link and allows you to share the note as an easy and understandable link.

Fast: Notes.io is built for speed and performance. You can take a notes quickly and browse your archive.

Easy: Notes.io doesn’t require installation. Just write and share note!

Short: Notes.io’s url just 8 character. You’ll get shorten link of your note when you want to share. (Ex: notes.io/q )

Free: Notes.io works for 12 years and has been free since the day it was started.


You immediately create your first note and start sharing with the ones you wish. If you want to contact us, you can use the following communication channels;


Email: [email protected]

Twitter: http://twitter.com/notesio

Instagram: http://instagram.com/notes.io

Facebook: http://facebook.com/notesio



Regards;
Notes.io Team

     
 
Shortened Note Link
 
 
Looding Image
 
     
 
Long File
 
 

For written notes was greater than 18KB Unable to shorten.

To be smaller than 18KB, please organize your notes, or sign in.