NotesWhat is notes.io?

Notes brand slogan

Notes - notes.io

મહામાનવ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી
આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરી પંડિતજીની પુણ્યતિથિ છે......શહાદતદીન છે. જેને ભારતીય જનતા પાર્ટી
સમર્પણદીન તરીકે મનાવે છે.
એકાત્મ માનવવાદના પ્રણેતા, “હર ખેતકો પાની ઔર હર હાથકો કામ” સૂત્રથી દેશના વિકાસ માટે સમગ્ર જીવન
સમર્પિત કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ પર તેમને સાદર વંદન સાથે તેમની જીવન ઝરમર નીચે મુજબ
છે :
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ સવંત ૧૯૭૩ના ભાદરવા વદ ૧૩ એટલે કે ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬નાં રોજ
થયો. તેમનો જન્મ તેમના માતા ના પિતા (નાના) શ્રી પંડિત ચૂનીલાલ શુકલ જેઓ ધનકિયા ગામે સ્ટેશન માસ્ટર હતા તેમને
ત્યાં થયો.
પરંતુ દીનદયાળના નસીબમાં પરિવારનું સુખ હતું જ નહીં. માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતા અને સાત વર્ષની
ઉંમરે માતા રામપ્યારીની ગોદ ગુમાવી. મામા-મામીના સ્નેહ વચ્ચે નાના ચુનીલાલ શુક્લને ત્યાં ઉછેર થયો, પરંતુ દીનદયાળ
દસ વર્ષના હતા ત્યારે જ સ્નેહના ભંડાર જેવા નાનાએ પણ નશ્વર દેહ છોડયો. છેલ્લો આઘાત પંદર વર્ષની ઉંમરે લાગ્યો.
એકમાત્ર નાનો ભાઈ શિવદયાલ યુવાનીના ઉંબરે પગ માંડતા જ મૃત્યુ પામ્યો. મામાએ પણ વિદાય લીધી. દીનદયાળજી
નોધારા બની ગયા. મામા રાધારમણ શુક્લનો આધાર પણ છીનવાઈ ગયો. એમની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નહોતી. નિમ્ન
મધ્યમ વર્ગનો પરિવાર જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
આમ, એમને બચપણથી મુસીબતો અને પ્રતિકુળ પરીસ્થિતિઓનો સામનો કરવાની શરૂઆત થઈ ગઈ હતી.
એમણે અજમેર બોર્ડની મેટ્રિકની પરીક્ષા સીકરની કલ્યાણ હાઈસ્કુલમાંથી પસાર કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પ્રથમ
આવ્યા. કાનપુરની સનાતન ધર્મ કોલેજમાંથી બી.એ ની પરીક્ષા પણ એમણે પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ કરી. ત્યાર બાદ
એમ.એ.ના પ્રથમ વર્ષમાં ઉતીર્ણ થયા પરંતુ બીજા વર્ષની પરીક્ષા આપી ન શક્યા. આ જ અરસામાં કાનપુરમાં સને ૧૯૩૭
દરમ્યાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં સંઘકાર્યનો પાયો નાખનાર ભાઉરાવ દેવરસ
સાથે તેમનો પરિચય એમને માટે રાષ્ટ્ર સમર્પિત જીવન જીવવાનું વૃત સ્વીકારવાની મહામંગળ ઘડી બની ગઈ. બુદ્ધિને લક્ષ્ય
સાંપડ્યુ અને એમની શક્તિઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યમાં વધુને વધુ ખૂપંતી ગઈ ૧૯૪૨માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના પ્રચારક તરીકે લખીમપુર જિલ્લામાં નિયુક્ત થયા. તેઓ ત્યાંની એક હાઈસ્કુલમાં અધ્યાપક તરીકે પણ સેવા આપતા.
ઉચ્ચ ચારિત્ર્ય તથા વ્યવહાર કુશળતાથી પ્રભાવિત થઈ શાળાના સંચાલકોએ તેમને આચાર્ય તરીકે નીમવાની ઈરછા
દર્શાવી પરંતુ દીનદયાળજીએ તેનો અસ્વીકાર કર્યો. ત્રણ વર્ષના સમયગાળામાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્તરપ્રદેશના
સહપ્રાન્ત પ્રચારક બની ગયા. સને ૧૯૫૨માં જનસંઘની સ્થાપના થઈ ત્યાં સુધી એ જ ક્ષેત્રમાં સહપ્રાન્ત પ્રચારક તરીકે
જવાબદારી સંભાળતા રહ્યા.


આ સમય દરમ્યાન પંડિત દીનદયાળજી એ સંઘ શાખાઓ વિસ્તારવાનું સંગઠન કાર્ય કર્યું અને જ્યારે ૧૯૪૮-૪૯
દરમ્યાન સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો ત્યારે વચગાળાના સમયમાં એમણે સમાચારપત્ર તથા પુસ્તક પ્રકાશન અંગેનું સાહિત્યીક
કાર્ય પણ સફળતાપૂર્વક કર્યું. આ સમયે જ તેમણે બાળકો માટે સમ્રાટ ચંદ્રગુપ્ત અને તરુણો માટે જગદગુરૂ શંકરાચાર્ય પુસ્તકો
લખ્યા. તદુપરાંત ‘રાષ્ટ્રધર્મ’ (માસિક) અને ‘પાંચજન્ય’ (સાપ્તાહિક) નું સંપાદન કર્યું. એમણે લખનઉમાં રાષ્ટ્રધર્મ પ્રકાશન
લિમિટેડે નામની સંસ્થા પણ આ અરસામાં સ્થાપી.

શ્રી પ્રદીપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યુ છે કેભારતની રાજનીતિમાં કોંગ્રેસની રાષ્ટ્ર વિઘાતક અને
દીર્ઘદ્રષ્ટિવિહિન નીતિને કારણે પાકિસ્તાનનું નિર્માણ થયા પછી કોંગ્રેસમાં સતાના રાજકારણની હોડ શરૂ થઈ. દેશના આર્થિક,સામાજિક, શૌક્ષણિક,આદ્યોગિક વિગેરે ક્ષેત્રમાં પતનનાં લક્ષણો વર્તાવા માંડ્યા. આવી સ્થિતિમાં રાજકારણના ક્ષેત્રે નવી નેતાગીરીની જરૂર જણાઈ. આ આવશ્યકતાની પૂર્તિ માટે સને ૧૯૫૧માં ડો. શ્યામપ્રસાદ મુખરજીના નેતૃત્વ નીચે અખિલ ભારતીય જનસંઘની સ્થાપના અંગે વિચાર ચાલતો હતો. ત્યારે પંડિત દીનદયાળજીને તે જવાબદારી સોંપાઈ અને ૨૧ મી ઓક્ટોબર ૧૯૫૧ ના દિવસે દિલ્હીમાં ડો.શ્યામપ્રસાદ મુખરજીના નેતૃત્વ તળે અખિલ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. સને ૧૯૫૨માં જનસંઘનું પ્રથમ અખિલ ભારતીય અધિવેશન કાનપુરમાં ભરવામાં આવ્યું, પંડિત દીનદયાળજીની સંગઠન કુશળતાને લીધે આ અધિવેશન અત્યંત સફળ નીવડયું અને આ અધિવેશનમાં જ પંડિત દીનદયાળજીને રાષ્ટ્રીય મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું. જે તેમણે જનસંઘના કાલિકટમાં ભરાયેલ ૧૪માં ઐતિહાસિક અધિવેશન(જાન્યુ-૧૯૬૮) સુધી નિષ્ઠાપૂર્વક સંભાળ્યું.
સ્વભાવ તથા ચારિત્ર દર્શન
વસ્તુત: દીનદયાળજીનો મૂળ સ્વભાવ સંઘ પ્રચારકનો જ હતો. સંઘકાર્યની પ્રારંભિક અવસ્થામાં તેમણે જે
કઠિનાઈઓનો સામનો કર્યો હતો તેની આજ કલ્પના પણ ન થઇ શકે. ગોલાકર્ણનાથના લોકોએ તેમને દુકાન ઉપરથી
ચણા ખરીદી કેટલાય દિવસ સુધી નિર્વાહ કરતા જોયા છે. મુહમદી ગામના લોકોએ તેમને દુકાનદારના દુકાનોના ઓટલા ઉપર
રાતો વિતાવતા પણ જોયા છે. સ્ટેશનથી ગામ સુધી ઘોડાગાડીવાળાએ બે પૈસા વધુ માંગ્યા તો બે પૈસાની બચત કરવા માટે વરસાદમાં પલળતા દીનદયાળજી ગામ સુધી ચાલીને પહોંચેલા પણ લોકોએ જોયા છે. બાહ્ય પરિસ્થિતિની પ્રતિકુળતા તો હતી જ
સાથે સાથે સ્વયં દીનદયાળજીની અનાસકત કર્મયોગી પ્રવૃત્તિ પણ મહત્વપૂર્ણ હતી. ત્યાર પછીનાં સમયમાં અનુકુળતા હોવા છતાં
કયારેય તેનો તેમણે લાભ ઉઠાવ્યો નહીં. પોતાના કપડાં સ્વયં ધોતા તથા ફાટે ત્યારે તેને સીવી લેવાનું પણ સ્વયં કરતા. કોઈપણ
જુતા તથા કપડાં બિલકુલ પહેરવાલાયક ન રહે ત્યાં સુધી બદલાતા નહિ. સ્વદેશીનો આગ્રહ તેમણે પ્રત્યક્ષ આચરણમાં ઉતાર્યો
હતો. સાર્વજનિક ધનનો ઉપયોગ સંન્યાસીની માફક કેટલી મિતવ્યયિતાથી કરવાનો હોય છે. તેનું આદર્શ ઉદાહરણ તેમણે પોતાના આચરણમાં પ્રસ્તુત કર્યું હતું.
“સુખે દુઃખે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુધ્ધાય યુજસ્વ......” તેમનો સ્વભાવ બની ગયો હતો. સંઘના આદેશ
અનુસાર તેમણે રાજનીતિક ક્ષેત્રે પ્રવેશ તો કર્યો પરંતુ તેમની વૃતિ “દુનિયા મેં હૈ દુનિયા કે તલબગર નહીં, બાઝાર સે નિકલે
હૈ ખરીદાર નહીં” જેવી નિર્લેપ હતી. શ્રી દીનદયાળજી રાષ્ટ્રની સમગ્ર પરિસ્થિતિઓનું તથા પ્રશ્નોનું ગહન ચિંતન કરતા એક મહાન
ચિંતક હતા. જે તેમના વિચારો તથા લેખોથી પ્રદિપ્ત થાય છે તેમની વિચારધારાનું ફલક તેમના ચિંતન તથા લેખોમાં ઉજાગર થતા વિષયો રાષ્ટ્રજીવની સમસ્યાઓ,બંધારણો,રાષ્ટ્રભાષા,અખંડ ભારત,રાષ્ટ્રિયતા,હિન્દુત્વવાદ,એકાત્મ માનદ દર્શન, ભારતની
અર્થનિતી, પ્રજાતંત્ર, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, પ્રજાતંત્રનું ભારતીયકરણ, શિક્ષણ, આધ્યાત્મ, ધર્મરાજ્ય, વિગેરે ઉપરનું ગહન

ચિંતન વિશે જો લખીએ તો પુસ્તકોના પુસ્તકો લખી શકાય તેટલું વિશાળ, વૈવિધ્યપૂર્ણ ચિંતન તેમની બહુમુખી પ્રતિભા ઉપસાવે
છે, તેમના જીવન વિશે સંપૂર્ણ લખવું એ આપણે માટે એક ચેલેન્જ છે, શું લખવું ? કેટલું લખવું ? શેના વિશે? કોઈ ક્ષેત્ર તેમણે
બાકી નહોતું રાખ્યું તેમ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.
પંડિતજીના અમેરિકાના પ્રવાસમાં “ફ્રેન્ડઝ ઓફ ઇન્ડીયા કમિટિ”એ તેઓના સ્વાગત સમારોહના કાર્યકર્મનું
આયોજન કર્યું હતું. આ સમિતિના અધ્યક્ષ ડો. નોર્મન ડી. પામર હતા તેમણે પંડિતજીના મૃત્ય પછી લખ્યું છે – “આ વ્યક્તિ
વિશ્વકલ્યાણ માટે જન્મી હતી. તેઓએ પોતાનું મન સંકુચિત બનાવી દીધું ને તે એક પાર્ટીના હાથોમાં આપી દીધું કે જે પાર્ટી
માનવજાતિ માટે હતી”
જયારે પંડિતજી અમેરિકાથી ભારત આવ્યા ત્યારે ડો. શ્યામબહાદુર વર્માજીએ એક પ્રશ્ન પૂછ્યો હતો, “દીનદયાલજી!
આપને એવું લાગે છે કે સત્તા મળ્યા પછી કોંગ્રેસ જે રીતે ભ્રષ્ટ બની ગઈ છે, તે રીતે ભારતીય જનસંઘ સત્તા મળ્યા પછી ભ્રષ્ટ
નહીં બને તેની ખાત્રી શી?” પંડિતજીએ ઉત્તર આપ્યો, ‘સત્તા સામાન્ય રીતે ભ્રષ્ટ કરે છે. આપણી પૂરી કાળજી રાખવા છતાં પણ જનસંઘમાં ભ્રષ્ટાચાર આવશે તો આપણે એનું વિસર્જન કરી દઈશું ને નવા જનસંઘની સ્થાપના કરીશું, ને નવો જનસંઘ પણ
ભ્રષ્ટાચારી બનશે તો ત્રીજો જનસંઘ બનાવીશું. આ ક્રમ ચાલતો રહેશે. ભગવાન પરશુરામે ૨૧ વાર રાજાઓનો સંહાર કરેલ અને છેલ્લે આદર્શ રાજાના રૂપમાં ભગવાન રામચંદ્ર મળ્યા ત્યારે રામરાજ્યની સ્થાપના કરીને પરશુરામ વનમાં ચાલ્યા ગયા. આપણે
પણ આપણા દ્વારા સ્થાપેલી સંસ્થા પ્રત્યે મોહ શા માટે રાખવો ? નાનું બાળક ગાજર સાથે રમે ને તેનો રમકડા તરીકે ઉપયોગ કરે
છે. રમકડા તરીકેનો તેનો ઉપયોગ પૂરો થઇ જાય છે ત્યારે તે પોતે જ તેને ખાય જાય છે. પોતાના હાથો વડે ઊભી કરેલી સંસ્થા જયારે રાષ્ટ્ર હિતના વિરોધમાં કાર્ય કરશે તો આવી સ્વનિર્મિત સંસ્થાનો વિનાશ કરવો તેને હું ધર્મ માનું છું. રાષ્ટ્ર સર્વ શ્રેષ્ઠ છે, સંસ્થા નહિ.’
ફેબ્રુઆરી ૧૯૫૬ માં પંજાબ જનસંઘ સમિતિ સમક્ષ બોલતા શ્રી દીનદયાળજી એ કહ્યું હતું કે , “ આપણા પક્ષના જન્મથી જ આપણે લોકો નિરંતર માનતા આવ્યા છીએ કે હિંદુ રાષ્ટ્રવાદનું જ બીજું નામ ભારતીય રાષ્ટ્રવાદ છે ઉપરોક્ત વિચારને વર્તમાન ભાજપમાં સંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે ઓળખીએ છીએ.”
૧૬૦ સદસ્યો વાળી રાજસ્થાન વિધાનસભામાં પ્રથમ મહાનિર્વાચન પછી વિપક્ષના ૭૭ વિધાયકોએ એકત્ર થઇ એક સંયુક્ત વિધાયક દળ બનાવ્યુ જેમાં જનસંઘના આઠ વિધાયક હતા. તેમાંના શ્રી લાલસિંહને વિધાનસભાના ઉપસભાપતિ બનાવવામાં આવ્યા.
આ જુથે ભૂમિ સુધારાનો વિરોધ કરવાનું નક્કી કર્યું. કારણકે, આ વિધાયક દળના બહુસંખ્ય સદસ્ય જમીનદાર (જાગીરદાર) હતા. આ જૂથની ભૂમિકાના કારણે આ સંકટ સ્પષ્ટ દેખાઈ આવવા લાગ્યું કે જનસંઘની છબી પણ જમીનદાર (જાગીરદાર) ના પક્ષની બની જશે. જનસંઘ માટે આ સિધ્ધાંતનો પ્રશ્ન હતો. આ વખતે દીનદયાળજીએ કહ્યું કે, “ પ્રગતિશીલ
જનસંઘનું પ્રતીક્રીયાવાદી વિપક્ષી જૂથ સાથે રહેવું અસંભવ છે.” આઠ વિધાનસભ્યોને આ જૂથ છોડી દેવા આદેશ આપ્યો. આઠમાંથી ત્રણે તેમના આદેશનું પાલન કર્યું. બાકીના પાંચે આદેશનું પાલન કરવા ઇન્કાર કર્યો. જનસંઘના મહામંત્રીના નાતે પંડિતજીએ
આ પાંચ વિધાનસભ્યોને કે જેઓ જમીનદારોની તરફેણ કરતા હતા તેમને પક્ષમાંથી હાકી કાઢ્યા કારણકે, જનસંઘની લોકાભિમુખ પ્રતિભા જાળવી રાખવાની જવાબદારી પંડિતજીની હતી. આ કઠોર નિર્ણય કરવો આવશ્યક હતો. તાત્પર્ય એ કે ધ્યેય, નિષ્ઠા તથા શુધ્ધતા જ્યાં આવશ્યક હોય ત્યાં કઠોર રીતે વર્તવાનું સામર્થ્ય તેમનામાં હતું.


સને ૧૯૬૩માં જૌનપુર લોકસભાની પેટા ચૂંટણી આવી. જનસંઘના ઉમેદવાર તરીકે પાર્ટીએ દીનદયાળજીને ઉભા રાખવાનો નિર્ણય કર્યો. કારણકે દીનદયાળજી અત્યંત લોકપ્રિય હતા. આ ચુંટણીમાં જ્ઞાતિવાદનું સામ્રાજ્ય હતું. કાર્યકર્તાઓએ જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી જીતવાનું નક્કી કર્યું, તે જ્ઞાતિના આગેવાનોને બોલાવીને બેઠક કરી અને તે સભામાં દીનદયાળજીને લઈ ગયા. તો દીનદયાળજીનો શાંત ચેહરો એકદમ ઉશ્કેરાઈ ગયો ગરમ થઇ ગયા અને બોલ્યા, “ મારે એવો વિજય જોઈતો નથી , આનાથી હારી જવું વધારે સારું છે જ્ઞાતિવાદના નામે હું સિદ્ધાંતોનું બલિદાન આપવા માંગતો નથી, કોઈપણ રાજકીય પાર્ટીના જીવનમાં પેટા ચૂંટણી બહુ મહત્વની નથી, મહત્વના છે પાર્ટીના સિદ્ધાંતો. જો આપણે બધા ચૂટણીઓમાં જાતિવાદના ભૂતને મહત્વ આપીશું તો ભાવિમાં હિન્દુ સમાજને એક તકતા ઉપર નહિ લઈ શકીએ. ને આમ કરવાથી કદાચ વિજય મળશે પણ દેશને સૌથી મોટું નુકશાન કરીશું. કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે જ્ઞાતિના નામે મત માંગવા કરતા પક્ષને બંધ કરી દેવો સારો.”
છેલ્લે પરિણામ એ આવ્યું કે દીનદયાળજી ચૂંટણીમાં હારી ગયા ને જાતિવાદના જોર ઉપર જ સામેનો ઉમેદવાર
જીતી ગયો.
પ્રદિપભાઈ ખીમાણીએ પંડિતજીના જીવન પર પ્રકાશ ફેંકતા ઉમેર્યું કે પંડિત દીનદયાળજી રાજકીય દાવપેચોથી દૂર રહેતા હતા ગરીબો પ્રત્યે તેઓના મનમાં સ્પષ્ટ ખ્યાલ હતો. તેઓ માનતા હતા કે, ”ગંદા કપડાં પહેરીને ઝુપડપટ્ટીઓમાં રહેતા આ ગરીબ, અભણ લોકો આપણા ભગવાન છે. આપણે તેઓની પૂજા કરવી જોઈએ. આજ આપણો સામાજિક અને માનવધર્મ છે.”
પંડિત દીનદયાળજી માનતા હતા અને કહેતા પણ હતા કે કેવળ યોગ્ય વિચારોનું નિર્માણ,વિકાસ,પ્રતિપાદન તથા
આ અંગે જે પ્રક્રિયાઓ હતી, તેમાં પ્રત્યેક કાર્યકર્તાનું પ્રયાસપૂર્વક નિર્માણ, આ પ્રકારે સંસ્કારિત કાર્યકર્તાની પ્રત્યેક સ્તર ઉપર એક
ટીમ બનાવવી, આવા કાર્યકર્તાઓના માધ્યમથી જનસંપર્ક, જન-જાગરણ,જનશિક્ષા, જનસંગઠન તથા જનઆંદોલન વિગેરે કાર્યક્રમો
કરતા કરતા તેના ફળસ્વરૂપ એક બાજુ પક્ષના વૃક્ષના મૂળ જમાવતા રહેવું તથા બીજી બાજુ લક્ષ્ય પ્રાપ્તિને આકાશ પ્રતિ તેની
શાખાઓ અધિકાધિક ઉચે લઈ જવી. પ્રચારનું મહત્વ તો છે જ પરંતુ તેનાથી અધિક મહત્વપપૂર્ણ વાત છે શિક્ષણની તથા
તેનાથી પણ મહત્વપૂર્ણ વાત છે,સંસ્કારની.

ફેબ્રુઆરી મહિનામાં સંસદનું અંદાજપત્ર સત્ર ચાલતું હોય છે. અંદાજપત્ર સત્ર શરૂ થતા પહેલા બધા રાજકીય પક્ષો
પોતાના સંસદ સભ્યોની બેઠક રાખતા હોય છે. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ના દિવસે ભારતીય જનસંઘની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નવી
દિલ્હીમાં રાખવામાં આવી હતી. ને તે જ સમયે બિહાર પ્રદેશ ભારતીય જનસંઘની કાર્યકારિણીની બેઠક પટણામાં મળી હતી. પંડિતજી આ વખતે લખનૌમાં હતા. મોટેભાગે તેઓ લખનૌમાં શ્રીમતી લતા ખન્નાના ઘરે રોકાતા હતા. શ્રીમતી લતા ખન્નાને
તેઓ પોતાની સગી બહેન માનતા હતા.
૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે બિહાર પ્રદેશ જનસંઘના સંગઠનમંત્રી શ્રી અશ્વિનીકુમારનો ફોન પંડિતજી ઉપર
આવ્યો. તેમણે તેઓને પટણા આવવાનો આગ્રહ કર્યો. દિનદયાળજીએ પોતાની સંમતિ આપતા એક શરત કરી કે જો મહામંત્રી શ્રી સુંદરસિંહજી ભંડારી નવી દિલ્હીમાં મળી રહેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેવાનો મને આગ્રહ નહિ કરે તો જ હું આવીશ.
છેલ્લે તેઓને પટણા જવાનો કાર્યક્રમ પઠાનકોટ – સ્યાલ્દા એક્સપ્રેસ દ્વ્રારા જવાનો નિયત થયો. આ ગાડી લખનૌથી સાત વાગે
સાંજે જતી હોય છે. પંડિતજી માટે પ્રથમ શ્રેણીની ટિકિટ કઢાવી હતી. સવારથી આજ સુધી પંડિતજી ખૂબ જ વ્યસ્ત રહ્યા હતા. પંડિતજીને સતત શરદી હતી. આના લીધે તેઓ બે ત્રણ સ્વેટર તથા ગરમ ઝભ્ભો પહેરતા હતા. આ દીવસે પણ તેઓએ આ રીતે
જ કપડાં પહેર્યા હતા.


પંડિતજી લખનૌથી બહાર જતા હોવાથી સ્વાભાવિક રીતે તેઓને સ્ટેશન સુધી વળાવવા માટે કેટલાંક લોકો ગયા
હતા. ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી રામપ્રકાશ ગુપ્તા તેમજ પીતાંબરદાસ પણ એમાં હતા. પંડિતજી હંમેશા પોતાની
પાસે ખૂબ જ ઓછો સમાન રાખતા હતા. તે સમયે પણ તેઓની પાસે એક સૂટકેસ, બિસ્ત્રો અને પુસ્તકોનો થેલો અને ટિફિન હતું.
તેઓનો સમાન ‘બી’ વર્ગમાં રાખવામાં આવ્યો હતો.
ગાડી ઉપડતાં પહેલા પ્લેટફોર્મ ઉપર દિનદયાળજી બધા સાથીઓ સાથે વિભિન્ન વિષયો ઉપર આત્મીયતાપૂર્વક
વાર્તાલાપ કરતા હતા અને ગાડી ઊપડી એટલે આત્મીયતાથી સહજ મુસ્કાન સાથે હાથ જોડીને વિદાય લીધી. કોણ જાણતું હતું કે,
દિનદયાળજીની આ અંતિમયાત્રા છે. રાત્રિના લગભગ ૧૨ વાગે જૌનપુર સ્ટેશન જૌનપુરના રાજાસહેબના સચિવ કનૈયાજી પંડિત
દીનદયાળ ઉપાધ્યાયજીને મળવા આવ્યા હતા. ગાડી આવ્યા પછી તેઓએ પંડિતજીને રાજાસાહેબનો પત્ર આપ્યો. પંડિતજીએ પત્ર
ત્યાં જ તરત વાંચ્યો અને કનૈયાજી ને કહ્યું કે હું જલદીથી આનો જવાબ આપીશ. ગાડી ચાલવાની તૈયારીમાં હતી છતાં પંડિતજી
કનૈયાજીને બોગીના દરવાજા સુધી છોડવા માટે આવ્યા. ગાડી જૌનપુર સ્ટેશનથી ૧૨ વાગે ઊપડી હતી.
ગાડી મુગલસરાય તરફ ઝડપથી જઈ રહી હતી. ડબ્બામાં બેઠેલા તમામ યાત્રીઓ ગાઢ ઊંઘમાં મગ્ન હતા. સહયાત્રી ‘મેજર શર્મા’એ કંડકટરને પહેલા કહી દીધું હતું કે તેઓને બનારસ સ્ટેશન આવે ત્યારે જગાડવાના છે. બનારસ સ્ટેશન
ઉપર જયારે કંડકટર ગાર્ડ તેઓને જગાડવા આવ્યા, તો દિનદયાળજીની બારી પાસે ઊભેલા એક વ્યક્તિએ કહ્યું કે મેજર શર્મા
શાહગંજ સ્ટેશને ઊતરી ગયા છે. તે વ્યક્તિ ‘કલીન શેવ’ હતો ને પાયજામો પહેરેલો હતો. શ્રી એમ.પી.સિંહ (દિનદયાળજીના
સહયાત્રી) એ તેઓને બનારસમાં જોયો હતો. મુગલસરાય સ્ટેશન આવતાં પહેલા સિંહ બાથરૂમ માટે ઉપાધ્યાયજી અંદર ગયા છે,
જેથી તેઓ બીજા બાથરૂમમાં ગયા.
મુગલસરાય સ્ટેશન ઉપર એક બીજો બનાવ બન્યો. ગાડી સ્ટેશન ઉપર ઊભી રહી ત્યારે એક નવયુવાન પંડિતજીનો બિસ્ત્રો લપેટીને લઈ જઈ રહ્યો હતો. શ્રી સિંહ તે ભાઈને પૂછ્યું તો તે બોલ્યો, ‘મારા પિતાજી અહી ઊતરી ગયા છે.
તેઓને આ સામાન હું લઈ જાઉં છું.’ સ્યાલદાહ – પઠાનકોટ એક્સપ્રેસ સીધી પટણા જતી નથી. મુગલરાય સ્ટેશન ઉપર જયારે
આ ગાડી પહોચી ત્યારે રાત્રિના ૨-૧૫ વાગ્યા હતા. પ્લેટફોર્મ નં. ૧ ઉપર ગાડી રોકાઈ ત્યારે ગાડીના કેટલાક ડબ્બા દિલ્હી – હાવડામાં જોડી દેવામાં આવ્યા ને લગભગ ગાડી રાતે ૨-૫૦ વાગે ઊપડી.
ગાડી ઊપડી ગયા પછી પોણા કલાક પછી મુગલસરાય સ્ટેશનના લાઈનમેને ટેલિફોન ઉપર સહાયક સ્ટેશન
માસ્ટરને સૂચના આપી કે સ્ટેશનથી લગભગ ૧૫૦ ગજ પહેલાં, લાઈનથી દક્ષિણ તરફ થાંભલા નં. ૧૨૭૬ની બિલકુલ નજીકમાં
એક લાશ પથ્થરોની કપચી ઉપર પડી છે. પોલીસ તપાસ કરવા નીકળી. સહાયક સ્ટેશન માસ્ટરે પોલીસને અહેવાલ આપ્યો :
‘ઓલમોસ્ટ ડેડ.’
સવાર થતા રેલવેનો ડોકટર પટણા પહોંચ્યો અને તપાસ કરીને ડોકટરે તેઓને મરેલા જાહેર કર્યા. રેલવે પોલીસે
તેઓના મૃતદેહના ફોટા પાડ્યા. મૃતદેહને કોઈ ઓળખી શક્યું નહિ અને તેઓને ‘લાવારીસ’ જાહેર કર્યા. છ કલાક પછી તેને પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવ્યા. કુતૂહલતાના લીધે કેટલાક લોકો જોવા માટે ગયા. ધીરે ધીરે લોકો ભેગા થવા લાગ્યા. ભીડ જામવા લાગી. કોલાહલ થવા લાગ્યો. અચાનક જનસંઘના એક કાર્યકર્તાની નજર મૃતદેહ ઉપર પડી અને તે એકાએક બૂમ પાડી ઊઠ્યો, ‘અરે, આ તો જનસંઘના અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે.’ ક્ષણભરમાં વીજળીના કરંટની જેમ સમસ્ત સમાચારો વાતાવરણમાં ફેલાઈ ગયા. બધા લોકો ગમગીન બની ગયા. થોડી જ વારમાં જનસંઘના હજારો કાર્યકરો ભેગા થઈ ગયા. લખનૌ અને દિલ્હીમાં આ દુઃખદ ઘટનાના સમાચારો આપવામાં આવ્યા.


દિલ્હીમાં સંસદીય પક્ષની બેઠક ચાલતી હતી, તે તરત જ બંધ કરી દેવામાં આવી. દોડાદોડ શરૂ થઈ ગઈ. ચારે બાજુ શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. લોકોના મન, હૃદયમાં એક જ પ્રશ્ન હતો આવા કર્મયોગી, તપસ્વીનો દુશ્મન કોણ બની
બેઠો?

અંતિમ દર્શન
દેશના ખૂણે ખૂણેથી જનસંઘના કાર્યકર્તાઓ, અધિકારીઓ, દિનદયાળજીના આત્મીયજનો અંતિમ દર્શન માટે દિલ્હી
પહોચવા લાગ્યા. તેઓના મૃતદેહને દિલ્હી લાવીને અગ્નિસંસ્કાર કરવા માટે વાયુસેનાના વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સર્વ શ્રી અટલજી, બલરાજ મધોક તેમજ જગદીશ પ્રસાદ માથુર આ વિમાન દ્વારા વારાણસી પહોંચ્યા. આ પહેલા તેઓના મૃતદેહને
પોસ્ટમોર્ટમ સ્થળે પહોચાડવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશ નાયબ મુખ્યમંત્રી શ્રી રામપ્રકાશ, સરકારી મંત્રી શ્રી ગંગાભક્તસિંહ, શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારી, શ્રી ગુરુજી, શ્રી ભાઉરાવ દેવરસ, પ્રો. રાજેન્દ્રસિંહ તથા શ્રી માધવ દેશમુખ વગેરે ત્યાં ઉપસ્થિત હતા. પૂજ્ય ગુરુજીની નજર જેવી મૃતદેહ ઉપર
પડી તો તેઓ એક ક્ષણ હલી ઊઠયા. હદય ગદગદ થઈ ગયું. આંખો આંસુઓથી છલકાય ગઈ. અને અચાનક તેઓના ગળામાંથી
શબ્દ નીકળી પડ્યા, ‘અરે! આ શું થઈ ગયું.’
હદય હચમચાવી નાખે તેવું દશ્ય હતું. લોકો રડી રહ્યા હતા, ડુસકા ભરી રહ્યા હતા. ચારેબાજુ રુદન, શોક અને દુઃખનું હદયદ્રાવક વાતાવરણ હતું. લોકોની ભીડ વધતી જતી હતી. દેશના વિભિન્ન વિભાગોમાંથી નેતાઓ આવી રહ્યા હતા. વિશ્વાસ બેસતો ન હતો કે દિનદયાળજી ચાલ્યા ગયા છે. તપાસ કર્યા પછી દિનદયાળજી નો મૃતદેહ જનસંઘના અધિકારીઓ ને સોપી દેવામાં આવ્યો. જનતા પોતાના પ્રિય નેતાના દર્શન માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડી. ચારેય બાજુથી પુષ્પવર્ષાનો પ્રારંભ થયો. રામધૂનમાં રોવાના, સિસકારાના કરુણ સ્વર સાંભળવા લાગ્યા. શબને ટ્રકમાં મૂકીને હવાઈમથક પર લાવ્યા. વાયુવાનની બંને બાજુ હરોળ બનાવીને એકબીજાના સામે મોઢું રાખીને જનસંઘના અધિકારીઓ ઊભા રહ્યા હતા અને એમની વચ્ચેથી પસાર થતા શ્રી ગુરુજી વાયુવાનની સીડીઓ ચડી ગયા. એમણે પોતાના બંને હાથ દિનદયાળજીના મોઢા ઉપરથી છાતી સુધી લાવીને પોતાની આંખોએ લગાવ્યા. આ રીતે તેમણે ત્રણ વાર કર્યું. શ્રી ગુરુજીએ અતીદુઃખ ભર્યા શબ્દો માં કહ્યું, ‘ઘણા લોકો
પોતાનું કુંટુંબ ચલાવે છે તેઓ તેની કલ્પના કરી શકાશે. હું કુંટુંબ નથી ચલાવતો એટલા માટે મારી જે દુઃખની ભાવના છે, તે સો ગણી અધિક છે. એટલા માટે એમના વ્યક્તિગત સબંધમાં હું કદી નહિ કહું. એટલુજ કહીશ કે દિનદયાળજીને ઈશ્વરે લઈ લીધા.
પાર્થિવ દેહને દિલ્હી લવાયો
હવાઈ મથક ઉપર જનસંઘના અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ તથા માનવ મહેરામણ એકત્રિત હતો. વાયુવાન ધરતી ઉપર ઉતરતા જ ઉપસ્થિત જનસમુદાયના કરુણ કલ્પાંત અને ધ્રુસ્કાઓથી વાતાવરણ શોકમગ્ન બની ગયું. રોવા
સિવાય કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નિકળ્યો નહિ. અટલજી ના રહેઠાણ ૩૦, ગજેન્દ્રપ્રસાદ માર્ગે, તેઓ હરતા-ફરતા અને સ્વજનોથી વાતો કરતા દ્રષ્ટિગોચર થતા હતા. આજે એમનું નિષ્પ્રાણ શરીર ચિરનિદ્રાને ખોળે લીન હતું. સમગ્ર દિલ્હી સૂનકાર અને
શોકમગ્ન હતું. દુકાનો બંધ, બજાર બંધ, કાર્યાલયો બંધ, આવ – જા કે શોરબકોરનું નામનિશાન પણ દેખાતું ન હતું.
મૃતદેહ દિલ્હી આવી ગયાના સમાચાર મળતાં જ શોકગ્રસ્ત જનતા પોતાના પ્રિય નેતાના અંતિમદર્શન માટે ૩૦, ગજેન્દ્રપ્રસાદ માર્ગ પર ઊમટી પડી. રાત્રી ના બાર વાગ્યા હતા. ભગવા બિછાના પર ફૂલોની પથારી સજાવવામાં આવી અને દિનદયાળજી ને તેના પર સુવાડી દીધા. પોલીસ પણ વ્યવસ્થામાં લાગી ગઈ. દર્શનાર્થીઓને માટે આવવા- જવાનો માર્ગ

બનાવામાં આવ્યો હતો. અનેક લોકો ઊમટી રહ્યા હતા. પુષ્પવર્ષા, માલા અર્પણ, ભાવભીની શ્રદ્ધાંજલિ અને રુદન તથા ડૂસકાંનો
પ્રવાહ ચાલુ રહ્યો. અભાગું દિલ્હી કીંકતર્વ્યમૂઢ બની છાતી ઉપર વજ્રઘાત સહતું રહ્યું. ધૂપ અને અગરબત્તીની સુગંધથી વાતાવરણ
તરબતર હતું. ગીતાપાઠનું અધ્યયન ચાલુ રહ્યું. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૮નું સવાર.

અંતિમ યાત્રા
ભારત માતાના લાડીલા પુત્રનું મહાપ્રસ્થાન !
જનતાનો મહાપ્રવાહ મૃતદેહ – રથનું અનુસરણ કરી રહ્યો હતો. ચાર આશ્વારૂઢ સિપાહીઓ સરઘસની આગળ ચાલી
રહ્યા હતા. મૃતદેહની આગળ જનસંઘનો વરિષ્ઠ અધિકારીગણ ચાલી રહ્યો હતો. સડકની બંને બાજુએ શ્રધ્ધાળુ જનતા અંતિમ દર્શન
અને પુષ્પ અર્પણ માટે ઉપસ્થિત હતી. સ્ત્રીઓ ગાયત્રી મંત્રનો જાપ કરતી પાછળ પાછળ ચાલી રહી હતી. રસ્તામાં અનેક જગ્યાએ
વિહવળ જનતા માલ્યાર્પણ કર્યે જતી હતી. અંતિમ યાત્રા લગભગ છ વાગે નિગમબોધ ઘાટ પર પૂર્ણ થઈ.

અગ્નિસંસ્કાર
અંત્યેષ્ઠી માટે સ્મશાન સ્થળ ઉપર એક વિશાળ મંચ બનાવામાં આવ્યો હતો. મૃતદેહને અગ્નિસંસ્કાર માટે ત્યાં લઈ
જવામાં આવ્યો. વરિષ્ઠ અધિકારીઓએ કાંધ આપી. છા


ન્દોગ્ય ઉપનિષદના શબ્દોમાં કહીએ તો તેઓ આ દિવંગતને અગ્નિ પાસે લઈ ચાલ્યા.
મંત્રોચ્ચાર આરંભ થયો અને શબવાહિનીમાંથી ઉઠાવીને મૃતદેહને ચિતા પર મુકવામાં આવ્યો. એ પછી ૬ વાગીને
૪૫ મિનીટ પર અંતિમ શ્રધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ થયો. અનેક સંઘઅધિકારીઓ અને નેતાઓ એ ભાગ લીધો. એ
પછી ચંદનનાં લાકડાં મુકવામાં આવ્યાં. હવન સામગ્રી છાંટવામાં આવી. ઘી નાખવામાં આવ્યું અને પ્રભુદાસ શુક્લ(દિનદયાળના મામાના પુત્ર) એ ૭ વાગીને ૬ મિનિટ ઉપર મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટ કર્યો.
મંત્રોચ્ચાર સાથે સાથે ઘીની આહુતિઓ અપાતી રહી અને શોક વિહવળ જનતા પોતાને હવે રોકી ન શકી. આપાર
જનસમુહનાં ડૂસકાંથી વાતાવરણે અજબ રૂપ ધારણ કર્યું. એવું લાગી રહ્યું હતું કે, જાણે દરેકે પોતાનો સ્વજન ખોયો. પોતાના વહાલાસોયાને ગુમાવ્યો.
અંતિમ સંસ્કાર થયા. રાત્રિનો અંધકાર ફેલાતો રહ્યો. ગરીબોના દયાળે કરોડોને દીન બનાવી મોઢું ફેરવી લીધું.
એમનું શરીર ભલે પંચતત્વમાં વિલીન થયું, પરંતુ એમનો આત્મા એમના આદર્શો અને વિચારોના રૂપમાં જીવિત છે. એમની સ્મૃતિ
પ્રેરણાના રૂપમાં સદેવ આપણો પથ આલોકિત કરતી રહેશે.
પંડિત દીનદયાળજીનાં જીવનનાં એ પ્રસંગો રાજનેતાઓની અસલ ગુણો કેવા હોવા જોઈએ, તેમની ભાવના, લાગણી કઈ ઊંચાઈને સ્પર્શવા જોઈએ તેનું તાદશ ઉદાહરણ છે. આ પ્રસંગોથી ફલિત થાય છે કે કોઈપણ રાજનેતા સર્વપ્રથમ
સમાજસેવક અને સામાન્ય કાર્યકર્તા જ છે. તેણે કોઇપણ પ્રકારની લોભ,લાલચ, સ્વાર્થમાં ન પડવું જોઈએ. રાજકીય પાર્ટી પોતાના
કાર્યકર્તાના બલબૂતા પર ચાલવી જોઈએ. પાર્ટીના કાર્યકર્તાએ કરેલા ધન સમર્પણ વડે ચાલવી જોઈએ. જો આમ થશે તો પાર્ટીના
નીતિ વિષયક નિર્ણયોમાં કોઈ તેને ખોટી રીતે પ્રભાવિત નહીં કરી શકે. જે પાર્ટી પાસે સમર્પણ કરનાર કાર્યકર્તાઓની સંખ્યા હશે તે
પાર્ટી ક્ષમતાવાન પાર્ટી ગણાશે.


રાજકીય પક્ષો પણ સમર્પણના આધારે ચાલે છે. વિશિષ્ટ પ્રકારનું ધ્યેય લઈ ચાલતી રાજકીય પાર્ટી પક્ષનું કામ
કરવા મોટી સંખ્યામાં પૂર્ણકાલીન કાર્યકર્તાઓ નીકળે તેની યોજના બનાવતી હોય છે. જીવન આપનાર કાર્યકર્તાઓની સંખ્યા જેટલી વધારે તેટલી લક્ષ્યપ્રાપ્તિ નજીક ગણાય છે. એટલા માટે ડો. શ્યામપ્રસાદ મુખરજીએ દિનદયાલજીના સમર્પિત જીવનને જોઈ એકવાર કહ્યું હતું કે ‘મને બીજા બે દિનદયાલજી આપો. હું માત્ર એક વર્ષમાં ભારતની રાજનીતિ પલટાવી દઉં.’
આજે પંડિતજી હયાત નથી, પરંતુ તેમના આ જીવનને આદર્શ બનાવી રજનીતિ પલટાવી શકાય છે, રાજકારણને
સમાજસેવાનો રંગ લગાડી શકાય છે. તો આવો, પંડિતજીના કમળવત્ જીવનમાંથી પ્રેરણા લઈ આપણી શક્તિને જગાડીએ, સંસ્થાને ઉન્ન્ત કરીએ, સંગઠનને ગૌરવ અપાવીએ, રાજનીતિને રળિયામણી કરીએ અને જીવનને
અજવાળીએ.
ગરીબો આપણા ભગવાન

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ૧૧ ફેબ્રુઆરીના નિર્વાણ દિનને આપણે “સમર્પણ દિન” તરીકે મનાવીએ છીએ.
પંડિત દીનદયાળનું જીવન આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. પંડિત દીનદયાળજી એ સૂચવેલ વૈચારિક દિશાએ આપણા માટે માર્ગદર્શક
સિદ્ધાંત છે. રાજકીય પાર્ટી તરીકે રાષ્ટ્ર જીવનમાં આપણી વિશેષ ઓળખ શું છે? સત્તા એ આપણી શક્તિ વધારવા માટે કે સમાજના
કલ્યાણ માટે? દરિદ્રનારાયણની સેવા માટે? પંડિત દીનદયાળજીએ કહ્યું હતું કે, “ગંદા કપડા પહેરીને સેવા વસ્તીમાં રહેતા ભારતવાસીઓ એ આપણા ભગવાન છે”. સત્તાનો ઉપયોગ ભારતવાસીના જીવને ઉન્નત કરવા માટેનું આપણું લક્ષ્ય હોવું જોઈએ.
ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીએ આ વિચારને હંમેશા પોતાની દ્રષ્ટિ સમક્ષ રાખીને કર્તત્વની
દિશા પકડી છે.
દેશમાં ૨૦૧૯મા યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતીવાળી
સરકાર રાષ્ટ્રભક્ત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બની. સંસદમાં ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા બાદ તેઓશ્રીએ
કરેલા પ્રવચનના શબ્દો હતા કે, “મારી સરકાર ગરીબોને સમર્પિત હશે.”

ભાજપાનું શાસન એ ગરીબોના હિતનું શાસન છે. ગરીબો આપણા માટે ભગવાનનું સ્વરૂપ છે. સત્તાના ફળ
છેવાડાના માનવી સુધી પહોંચે તે તેની પાછળનો સ્પષ્ટ સંદેશ છે. દેશ સૌના સહકારથી મજબુત બને. સૌનો વિકાસ પણ તે
માટે જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી “ગરીબી હટાવો” નો નારો આપીને મતલક્ષી રાજનીતિ કરનારી પાર્ટી નથી. ગરીબને
સાચા અર્થમાં પ્રગતિના પથનો ભાગીદાર બનાવવાના સંકલ્પ સાથે રાષ્ટ્રજીવનમાં પ્રવૃત રાજકીય પાર્ટી છે. એમ જણાવીને પ્રદીપભાઈ ખીમાણીએ પંડિત દીન દયાળ ઉપાધ્યાયજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.

આપનો વિશ્વાસુ


પ્રદિપભાઈ ખીમાણી
     
 
what is notes.io
 

Notes.io is a web-based application for taking notes. You can take your notes and share with others people. If you like taking long notes, notes.io is designed for you. To date, over 8,000,000,000 notes created and continuing...

With notes.io;

  • * You can take a note from anywhere and any device with internet connection.
  • * You can share the notes in social platforms (YouTube, Facebook, Twitter, instagram etc.).
  • * You can quickly share your contents without website, blog and e-mail.
  • * You don't need to create any Account to share a note. As you wish you can use quick, easy and best shortened notes with sms, websites, e-mail, or messaging services (WhatsApp, iMessage, Telegram, Signal).
  • * Notes.io has fabulous infrastructure design for a short link and allows you to share the note as an easy and understandable link.

Fast: Notes.io is built for speed and performance. You can take a notes quickly and browse your archive.

Easy: Notes.io doesn’t require installation. Just write and share note!

Short: Notes.io’s url just 8 character. You’ll get shorten link of your note when you want to share. (Ex: notes.io/q )

Free: Notes.io works for 12 years and has been free since the day it was started.


You immediately create your first note and start sharing with the ones you wish. If you want to contact us, you can use the following communication channels;


Email: [email protected]

Twitter: http://twitter.com/notesio

Instagram: http://instagram.com/notes.io

Facebook: http://facebook.com/notesio



Regards;
Notes.io Team

     
 
Shortened Note Link
 
 
Looding Image
 
     
 
Long File
 
 

For written notes was greater than 18KB Unable to shorten.

To be smaller than 18KB, please organize your notes, or sign in.