NotesWhat is notes.io?

Notes brand slogan

Notes - notes.io

Mital Khetani <[email protected]>
Attachments
Thu, May 6, 2021, 1:15 PM
to mital, bcc: dpsbhatt


Translate message
Turn off for: Gujarati
મા.તંત્રીશ્રી, પ્રેસનોટ તા : ૦૭/૦૫/૨૦૨૧

■ ૮ મી મે વિશ્વ થેલેસેમીયા દિન. થેલેસેમીયા-સમગ્ર સમાજ માટે પડકાર.
■ લગ્ન કરતા પેલા નવયુગલે પોતાનો થેલેસેમીયા ટેસ્ટ કરાવવો જરૂરી.
■ સીંધી, લોહાણા, ખોજા, ભાનુશાળી જ્ઞાતિમાં થેલેસેમીયાનું પ્રમાણ વધુ

રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ સહિતાનાં શહેરની સરકારી હોસ્પીટલના થેલેસેમીયા વોર્ડમાં સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જવાનું થાય તો તમને બે મહિનાના બાળકથી લઈને ૨૦ વર્ષ સુધીનાં યુવાનના શરીરમાં કીટ વડે લોહી સરકતુ દેખાય. આ દૃશ્ય હૃદયને હચમચાવી દે તેવું હોય છે. કમળા છોડ જેવા નિર્દોષ બાળકોએ એવો તે કયો ગનો કર્યો હશે કે આવી સજા વેઠવી પડે ? આ બાળકો લોહીના વારસાગત રોગ થેલેસેમિયાનો ભોગ બનેલા છે અને ભારત સહિત દનિયાના દરેક દેશોમાં થેલેસેમિયા રોગે સમગ્ર માનવ સમાજ માટે ગંભીર પડકાર કરેલ છે. થેલેસેમીયા એ લોહીનો વારસાગત રોગ છે. થેલેસેમીયાના મુખ્ય પ્રકાર છે. (૧) થેલેસેમીયા માઈનોર (ર) થેલેસેમીયા મેજર. ભારતમાં દર ૫૦ વ્યકિતએ એક થેલેસેમીયા માઈનોર છે. પતિ અને પત્ની બંનેને "થેલેસેમીયા માઈનોર" હોય ત્યારે જ તેમના બાળકો "થેલેસેમીયા મેજર" જન્મે છે, અન્યથા નહીં સ્ત્રી અને પુરુષ બેમાંથી એક થેલેસેમીયા માઈનોર હોય અને બીજું નોર્મલ હોય ત્યારે તેમના બાળકો થેલેસેમીયા મેજર જન્મવાની કોઈ જ શકયતા નથી. સપરસ્ટાર અમિતાભ બચ્ચનને થેલેસેમીયા માઈનોર છે. પણ શ્રીમતી જયા બચ્ચન નોર્મલ હોય તેમના બાળક અભિષેક કે શ્વેતા બેમાંથી કોઈ થેલેસેમીયા મેજર જન્મેલ નથી. થેલેસેમીયા માઈનોર સંપૂર્ણ તંદુરસ્ત વ્યકિત હોય છે અને સંપૂર્ણ પણે નિરોગી જીવન જીવી શકે છે. થેલેસેમીયા કોઈ પ્રકારનો ચેપી રોગ નથી કે થેલેસેમીયા માઈનોર કોઈ દિવસ થેલેસેમીયા મેજરમાં ફેરવાતો નથી, આમ તેનાથી ગભરાવવાની, શરમાવવાની કે છૂપાવવાની કોઈ જરૂર નથી પણ લગ્ન પહેલા ગ્રહો જોવડાવવાની સાથે તમામ યુવક-યુવતીઓએ અવશ્ય થેલેસેમીયા ટેસ્ટ કરાવવો જ જોઈએ. જેથી ભવિષ્યમાં પોતાના સંતાનો થેલેસેમીયા મેજરવાળા જન્મે નહિં અને જીવતર ઝેર બનતાં અટકે. વિશ્વના ૬૦ દેશોમાં આ ભયાનક આનવંશીક રોગ જોવા મળે છે. ભારતમાં અને આપણા ગુજરાતમાં થેલેસેમીયાના ઘણા દર્દીઓ છે અને હજી પણ માતા પિતાની બેદરકારી, અજ્ઞાનતા અને જાગૃતિના અભાવને લીધે નવા શૈલેસેમીક બાળકો જન્મતા રહે છે. થેલેસેમીયા રોગ તમામ ધર્મ અને જ્ઞાતિમાં જોવા મળે છે, પરંતુ આપણે ત્યાં લોહાણા, સીંધી, ખોજા, ભાનશાળી, બ્રાહમણ, વણકર, મુસ્લિમ વગેરે જ્ઞાતિમાં વિશેષ જોવા મળે છે. સૌથી વધુ પ્રમાણ લોહાણા જ્ઞાતિમાં છે, થેલેસેમીયા મેજર બાળક જન્મે ત્યારે એકદમ સ્વસ્થ અને નોર્મલ બાળક જેવું હોય છે. પણ એકાદ—બે માસ પછી માતા ગર્ભમાંથી જે લોહી મળ્યું હોય તે લોહીનો પુરવઠો ખલાસ થઈ જતાં બાળક ફીક અને સાવ નબળું પડવા લાગે છે, ચીડીયા સ્વભાવનું બની જાય છે, ખોરાક ઘટી જાય છે અને વિકાસ અટકી જાય થેલેસેમિયાનો ભોગ બનેલ બાળકને મહિનામાં બે વાર નિયમિત લોહી ચડાવવાનું પડે છે, અઠવાડિયાના પાંચ દિવસ અતિ ખા અને મોંઘા ડેસ્ફરલ ઈંજેકશન લેવા પડે છે અને એક મહિનાનો આશરે ચારેક હજાર ખર્ચ આવે છે અને આ બધું કરવા છતાં બાળકનું આયુષ્ય મર્યાદિત જ હોય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છમાં થેલેસેમીયાના અંદાજે ૩ હજાર જેટલા બાળકો છે. થેલેસેમિયા રોગની સારવાર અતિ ખર્ચાળ છે સમગ્ર પરિવાર આર્થિક, માનસિક અને સામાજીક રીતે ભાંગી જાય છે, માતા-પિતાની હાલત દયનીય હોય છે. પોતાને જાણ હોય છે કે પોતાનું બાળક લાંબુ જીવવાનો નથી છતાં મન મજબૂત રાખીને પોતાના લાડલા કે લાડલીની સેવા-સારવાર કરે છે. કુદરતે જેમને અન્યાય કર્યો છે તેવા પોતાના ગામ કે શહેરમાં રહેતા ગરીબ અને જરૂરતમંદ બાળકોને દતક લેવા માટે માનવતા જેના લોહીમાં વહે છે તેવા સમાજના સુખી નાગરીકો તેમજ સેવાકીય સંસ્થાઓએ આગળ આવવું જોઈએ.કેન્સર અને એઈડસ જેવા જ ભયંકર રોગ થેલેસેમીયાના રોગને અટકાવવા કે નાબૂદ કરવાની કોઈ દવા નથી પરંતુ લગ્ન પહેલા દરેક યુવાન-ભાઈઓ તેમજ બહેનોએ શ્રેલેસેમીયા ટેસ્ટ અવશ્ય કરાવવો તે તેનું નિવારણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના છાત્રો માટે કોલેજમાં એડમીશન વેળાએ થેલેસેમીયા ટેસ્ટ ફરજીયાત કરેલ છે તે જ રીતે ઈટાલીમાં તો લગ્ન કરતા પહેલાં પાદરીને અમને થેલેસેમીયા નથી અથવા છે' એવું પ્રમાણપત્ર બતાવવું પડે છે. દર વર્ષે સમગ્ર દેશમાં અને દુનિયામાં ૮ મી મે 'થેલેસેમીયા ડે' તરીકે ઉજવાય છે પરંતુ માતા-પિતાની અજ્ઞાનતા અને જાગૃતિના અભાવને લીધે દર વર્ષે ભારતમાં થેલેસેમીયાના ૭ હજારથી વધુ અને વિશ્વમાં એક લાખથી વધારે નવા બાળકો જન્મે છે જે શરમજનક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ કોલેજના છાત્રો માટે કોલેજમાં એડમીશન મેળવતા પહેલા થેલેસેમીયા ટેસ્ટ ફરજીયાત કરેલ છે તે જ રીતે રાજયની તમામ યુનિવર્સિટીઓએ આ દિશામાં પહેલ કરવી જોઈએ. રાજકોટમાં લોહાણા સમાજ અને જૈન સમાજે પોતાની જ્ઞાતિના તમામ જરૂરતમંદ બાળકોને દતક લઈ અન્ય જ્ઞાતિઓને રાહ ચીંધ્યો છે ત્યારે અન્ય જ્ઞાતિઓના આગેવાનોએ પણ આગળ આવી પોતાની જ્ઞાતિના થેલેસેમીક બાળકોને સહાયરૂપ થવા અપીલ છે. કેન્દ્ર કે રાજય સરકાર જે રીતે કુટુંબ કલ્યાણ, વૃક્ષારોપણ, સાક્ષરતા, નાની બચત, પોલીયો નાબુદી વિગેરે અંગે અભિયાન ચલાવે છે તે જ રીતે થેલેસેમીયા અવેરનેસ માટે પ્રક્રિયા પ્રયાસો હાથ ધરવા જોઈએ. થેલેસેમીયા દૈત્યને ડામવા અને વધુ પરિવારોને બરબાદ થતાં અટકાવવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવી સૌએ સહીયારો પુરૂષાર્થ કરવાની જરૂર છે. દરેક યુવાન ભાઈઓ-બહેનો પહેલા થેલેસેમીયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્ન કરીશું એવો દૃઢ સંકલ્પ કરે, દરેક જ્ઞાતિઓ પોતાના જ્ઞાતિજનો માટે "થેલેસેમીયા પરીક્ષણ કેમ્પ' યોર્જ, રાજય સરકાર પણ થેલેસેમીયા ટેસ્ટ તમામ માટે ફરજીયાત બનાવે. થેલેસેમીક બાળક અને તેની સાથે જનાર કોઈપણ એકને બ્લડ ટ્રાન્સફયુઝનાં જવા-આવવા મહિનામાં બે દિવસ એસ.ટી. બસમાં ફી બસ પાસ કાઢી આપે, દરેક ગામનગર શહેરમાં થેલેસેમીયા જનજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરે તે સમયની માંગ છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિના માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલા કાર્યકર્તાઓ સૌને સાથે રાખીને રાજકોટ શહેર થેલેસેમીયા મુકત બને તે માટે જનજાગૃતિના અવિરત કાર્યક્રમો યોજે છે જેમાં પત્રિકાઓનું વિતરણ, વાહનો પર સ્ટીકરો લગાડવા, જાહેર સ્થળો તેમજ જ્ઞાતિની વાડીઓમાં થેલેસેમીયાને લગતા બેનરો લગાડવા, શાળા-કોલેજોમાં વાર્તાલાપસેમીનાર, વિવિધ જ્ઞાતિઓના આગેવાનોનો સંપર્ક અઠવાડીયામાં એકવાર શહેરના કોઈ એક મુખ્ય સર્કલ કે ચાર રસ્તામાં જનજાગૃતિ કાર્યક્રમ માનવ સાંકળ શહેરની બજારોમાં પદયાત્રા, વોક ફોર થેલેસેમીયા કાર્યક્રમ, શહેરની મુલાકાતે આવતા સેલીબ્રીટીઓની મુલાકાત લઈને થેલેસેમીયાનો સંદેશ તેઓના માધ્યમથી સમાજ સુધી પહોંચે તેવા પ્રયાસો એ જ રીતે થેલેસેમીયા પીડિત બાળકો અને પરિવારજનો માટે આનંદોત્સવ, રમત-ગમત, પ્રવાસ પર્યટન, પીકચર, સર્કસ, જાનાશો, છાત્ર સત્કાર સમારંભ, ૫૦૦ થી વધુ થેલેસેમીયા પીડિત બાળકોને દાતાઓના સહકારથી સાઈકલ વિતરણ, રક્ત સરળતાથી મળી રહી તે માટે રક્તદાન શિબિરો, નોટબુક વિતરણ સહિતની અનેકવિધ પ્રવૃતિઓ અવિરત યોજવામાં આવે છે. સમાજમાં હજી આ ગંભીર અને ભયાનક રોગ અંગે જે ગંભીરતા હોવી જોઈએ તે જોવા મળતી નથી ત્યારે સૌ કોઈએ આગળ આવવુ પડશે નહીંતર આવનારી ભાવિ પેઢી આપણને માફ નહીં કરે. થેલેસેમીયા રોગને સમાજમાં ફેલાતો અટકાવવા માટે સગાઈ કે લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ ફરજીયાત કરવામાં આવે,સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબોએ પોતાની પાસે આવતા તમામ સગર્ભા બહેનોને થેલેસેમીયા ટેસ્ટ કરાવવા માટે સલાહ આપે, સરકાર દ્વારા દર વર્ષે થેલેસેમીયા જનજાગૃતિ સપ્તાહ યોજવામાં આવે, સમાજના લોકો પર જેમની બહુ મોટી અસર હોય છે તેવા સાધુ સંતો, શ્રેષ્ઠીઓ, સેલીબ્રીટીઓએ આ અંગે પહેલ કરવી જોઈએ, નેશનલ હેલ્થ મીશન દ્વારા દરેક રાજયને થેલેસેમીયા માટે ભંડોળ આપવામાં આવે છે તેનો પૂરતો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે થેલેસેમીયા મેજરના દર્દીઓને ૨૦૧૬ થી દિવ્યાંગની કેટેગરીમાં સમાવવામાં આવેલ છે પરંતુ આ માટેના પ્રમાણપત્ર કાઢી આપવામાં તકલીફ પડે છે જેથી બાળકોને કોઈપણ પ્રકારનો લાભ મેળવવાથી વંચિત રહે છે રાજય સરકાર રાજયની તમામ સિવિલ હોસ્પીટલોને સૂચના આપીને વહેલી તકે દિવ્યાંગ પ્રમાણપત્ર કાઢવાની વ્યવસ્થા સત્વરે કરે. રાજકોટના પનોતા પુત્ર અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સતાના સુત્રો સંભાળતાની સાથે જ અંગત રસ લઈને થેલેસેમીયા પીડિત બાળકો માટે અતિ ખર્ચાળ મોંઘી દવાઓ અને જંકશન ફી,આપવાનો તેમજ રાજયની તમામ બ્લડ બેંકમાંથી કોઈપણ જાતના રીપ્લેસમેન્ટ વગર થેલેસેમીક બાળકોને વિનામુલ્યે લોહી આપવાનો માનવતાવાદી નિર્ણય લીધેલ પરંતુ તેનો અમલ કરનારા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પીટલના સતાવાળાઓની નીંભરતા, લાપરવાહી અને બેદરકારીને લીધે કયારેય નિયમિત રીતે દવા કે ઈંજેકશન કોઈ જગ્યાએ મળતા નથી તે જ રીતે હજી પણ ઘણી બધી રાજયની બ્લડ બેંકો થેલેસેમીક બાળકોને લોહી આપવામાં હેરાનપરેશાન કરે છે તેથી આ બાબતે લાગતાવળગતા સતાવાળાઓ અંગત રસ લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિની તમામ પ્રવૃતિઓમાં હરહંમેશ જૈમનો સાથ સહકાર પ્રેમ મળે છે તેવા શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મુકેશભાઈ દોશી, ડો. રમેશભાઈ ભાયાણી, ડો. મનોરમાબેન મહેતા, ડી.વી.મહેતા, ડો. દિપકભાઈ પટેલ, ચંદુકાંતભાઈ કોટીચા, ડો. દેત્રોજા, સેવાકીય સામાજીક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો, નિયમિત અને સ્વૈચ્છિક રકતદાતાઓ, સાધ સંતો તેમજ માનવતા જેના લોહીમાં વહે છે તેવા દાતાઓનો દિલથી આભાર માનીએ છીએ.સંસ્થાના સેવાને સમર્પિત કાર્યકર્તાઓ અનુપમ દોશી, , મિતલ ખેતાણી, ઉપેનભાઈ મોદી, ડો. રવી ધાનાણી, હસભાઈ રાચ્છ, જીતુલભાઈ કોટેચા, સુરેશભાઈ બાટવીયા, નલીન તન્ના, ભાસ્કરભાઈ પારેખ, સુનીલ વોરા, ભનુભાઈ રાજગુરૂ, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, મહેશભાઈ જીવરાજાની, ગુણેન્દ્રભાઈ ભાડેશીયા, પ્રદિપભાઈ જાની, હિતેષ ખુશલાણી, ધર્મેશ રાયચુરા, રમેશ શીશાંગીયા, પરિમલભાઈ જોષી, હીરેનભાઈ લાલ, જીતભાઈ ગાંધી, અશ્વીન ચૌહાણ, ડો. હાર્દિક દોશી, પંકજ રૂપારેલીયા, જયેન્દ્રભાઈ મહેતા , નયન ગાંધી, વિઠ્ઠલભાઈ સોજીત્રા સહિતના સેવાભાવીઓ તન, મન, ધનથી કાર્યરત છે. કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રકત જેમનો ખોરાક છે તેવા થેલેસેમીયાગ્રસ્ત બાળકોની વહારે ચઢવા અને ભવિષ્યમાં નવા થેલેસેમીયા પીડિત બાળકો જન્મે તે માટે થઈને વિશ્વ થેલેસેમીયા દિવસ છે ત્યારે જયાં થોડું ઘણું કામ થાય છે ત્યાં વેગ આપીએ તેમજ જયાં કાંઈ કામ નથી થતું ત્યાં શરૂઆત કરવાનો સંકલ્પ કરીએ તે સમયની માંગ છે.
– અનુપમ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬), મિતલ ખેતાણી(મો.૯૮૨૪૨ ૨૧૯૯૯).
     
 
what is notes.io
 

Notes.io is a web-based application for taking notes. You can take your notes and share with others people. If you like taking long notes, notes.io is designed for you. To date, over 8,000,000,000 notes created and continuing...

With notes.io;

  • * You can take a note from anywhere and any device with internet connection.
  • * You can share the notes in social platforms (YouTube, Facebook, Twitter, instagram etc.).
  • * You can quickly share your contents without website, blog and e-mail.
  • * You don't need to create any Account to share a note. As you wish you can use quick, easy and best shortened notes with sms, websites, e-mail, or messaging services (WhatsApp, iMessage, Telegram, Signal).
  • * Notes.io has fabulous infrastructure design for a short link and allows you to share the note as an easy and understandable link.

Fast: Notes.io is built for speed and performance. You can take a notes quickly and browse your archive.

Easy: Notes.io doesn’t require installation. Just write and share note!

Short: Notes.io’s url just 8 character. You’ll get shorten link of your note when you want to share. (Ex: notes.io/q )

Free: Notes.io works for 12 years and has been free since the day it was started.


You immediately create your first note and start sharing with the ones you wish. If you want to contact us, you can use the following communication channels;


Email: [email protected]

Twitter: http://twitter.com/notesio

Instagram: http://instagram.com/notes.io

Facebook: http://facebook.com/notesio



Regards;
Notes.io Team

     
 
Shortened Note Link
 
 
Looding Image
 
     
 
Long File
 
 

For written notes was greater than 18KB Unable to shorten.

To be smaller than 18KB, please organize your notes, or sign in.